ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં NCR સ્થિત ગાજિયાબાદના મોદીનગર વિસ્તારમાં એક સ્કૂલમાં પ્રિન્સિપલની ઓફિસમાં મારપીટ કરતા બે શિક્ષકોનો વીડિયો વાયરલ થયો છે. કોઇ વાતને લઇને બંન્ને શિક્ષકો પ્રિન્સિપાલની સામે જ લડાઇ કરવા લાગ્યા હતા. આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પોલીસે વીડિયો સામે આવ્યા બાદ તપાસ શરૂ કરી છે.