સ્ટેડિયમમાં એન્ટ્રી ન મળતાં ફૂટબેલની મેચ જોવા માટે ક્રેઝી ફેને શું કર્યું? જુઓ વીડિયો
તુર્કીમાં ફુટબોલ ક્લબ ડેનિઝલાઈપોરના એક ફેને મેચ જોવા માટે એવું કામ કર્યું કે સૌ કોઈ દંગ રહી ગયા હતા. તુર્કીના આ ફેને સ્ટેડિયમમાં મેચ રમતાં દરેક ખેલાડીઓ સહિતના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તુર્કીમાં આ ફેન પર સ્ટેડિયમમાં ઘૂસવા પર પ્રતિબંધ હોવાથી તેણે મેચ જોવા ક્રેન ભાડે લીધી હતી અને મેદાનની બહારથી જ મેચની મજા માણી હતી. આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યાનુસાર આ ફેનનું નામ અલી છે. અલી પર 12 મહિનાનો પ્રતિબંધ લગાવાયો છે.