પૂર્વ પાસ કન્વીનર ચિરાગ પટલે જોડાયા ભાજપમાં, હાર્દિક પટેલ પર કર્યા પ્રહાર, જુઓ વીડિયો
અમદાવાદ: પૂર્વ પાસ કન્વીનર ચિરાગ પટેલે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ગુરુવારે અમદાવાદના કમલમ ખાતે ચિરાગ પટેલને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં જોડાવા બદલ ચિરાગનું સ્વાગત કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ સાથે ખભેથી ખભો મિલાવી આંદોલન ચલાવનાર ચિરાગ પટેલ પર આંદોલન દરમિયાન રાજદ્રોહનો કેસ લાગેલ છે. ભાજપમાં આવતા જ સમાજ જોગ પત્ર લખી ચિરાગ પટેલે હાર્દિક પર આકરા પ્રહાર કર્યા હતા.