ગાંધીનગરઃ હાર્દિક-અલ્પેશ-જીજ્ઞેશ ધરપકડ વ્હોરવાં પહોંચ્યા, સમર્થકોનો SP ઓફિસે જમાવડો, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરઃ યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી તેમની સામે થયેલા કેસ મુદ્દે ગાંધીનગર એસપી ઓફિસ ખાતે હાજર થવા જઈ રહ્યા છે, ત્યારે તેમના સમર્થકો મોટી સંખ્યામાં એસપી ઓફિસ બહાર મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. બીજી તરફ પોલીસ તરફથી પણ તકેદારીના ભાગરૂપે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, ગઈ કાલે ગાંધીનગરમાં આ ત્રણ યુવા નેતાઓએ જનતા રેડ કરી હતી અને દારૂ પકડાયાનો દાવો કર્યો હતો. આ પછી જેમના ઘરેથી દારૂ પકડાયાનો દાવો થયો હતો, તેમણે ગેરકાયદે ઘૂસણખોરી સહિતની ફરિયાદ કરી હતી. આ ફરિયાદને પગલે આજે આ ત્રણેય યુવા નેતા પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે.