ગોવાના CM મનોહર પર્રિકરનું લાંબી બીમારી બાદ નિધન, રાજનેતાઓએ આપી શ્રદ્ધાંજલિ, જુઓ વીડિયો
ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરનું આજે અવસાન થયું છે. કેન્દ્રીય મંત્રી વીકે સિંહે ટ્વિટ કરી પર્રિકરના નિધનની જાણકારી આપી હતી. છેલ્લા લાંબા સમયથી બિમાર પર્રિકરનું 63 વર્ષની વયે આજે નિધન થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. પર્રિકરને ફેબ્રુઆરી 2018માં પ્રેક્રિયાટિકના કેન્સરથી પીડિત હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદ તેઓની અમેરિકા, મુંબઈ અને દિલ્હીમાં સારવાર લઈ ચુક્યા હતા.