ઘર ખરીદનારાઓ માટે ‘અચ્છે દિન’, સસ્તા ઘરો પર માત્ર 1% જીએસટી, જુઓ Video
પોતાનું ઘરનું ઘર બનાવવાનું સપનું જોનાર સામાન્યવર્ગનાં લોકોને જીએસટી કાઉન્સિલ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. મકાનો પરના GST દરમાં મોટો ઘટાડો કરાયો છે. GST કાઉન્સિલની બેઠકમાં નિર્માણાધીન મકાનો પરનો જીએસટીનો દર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરાયો છે. આ દર ઇનપુટ ટેક્સક્રેડિટ વિનાના રહેશે, જ્યારે સસ્તાં મકાનો એટલે કે એફોર્ડેબલ હાઉસિંગ પરના જીએસટીના દર ૮ ટકાથી ઘટાડીને ફક્ત ૧ % કરાયા છે. આ દર પણ ઇનપુટ ટેક્સક્રેડિટ વિનાના રહેશે.