CM રૂપાણીએ કેમ કહ્યું કે- એક સમયનું સમૃદ્ધ પંજાબ આજે ડ્રગ માફિયાઓથી પીડાય છે
Continues below advertisement
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વામિનારાયણ ધામ કોબા ખાતે આયોજીત યુવા અધિવેશનમાં પહોંચ્યા હતા. અહીં તેમણે વ્યસનમુક્તિને પડકારરૂપ ગણાવ્યુ હતું. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું છે વ્યસન મુક્તિ પડકાર છે. ગુજરાત વ્યસન સંતોની ભૂમિ હોવાના કારણે બચ્યુ છે. પંજાબ ડ્રગ્સનો શિકાર છે. એક સમયનું સમૃદ્ધ પંજાબ આજે ડ્રગ માફિયાઓથી પીડાઇ રહ્યું છે. નોંધનીય છે કે પંજાબમાં હાલમાં શિરોમણી અકાલી દળ અને ભાજપની ગઠબંધનની સરકાર છે.
તેમણે કહ્યું કે વ્યસન મુક્તિ આજના યુવાનો માટે મોટો પડકાર છે. સંતોને કારણે ગુજરાત બચ્યુ છે. આજની યુનિવર્સિટીઓમાં યુવાનો ડ્રગથી પીડીત છે. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર પ્રજા સાથે છે. વ્યસનમુક્તિ આજના સમયની આવશ્યક્તા છે. દારૂ કે ડ્રગ્સના વેપાર કરતા કોઇને છોડવામાં નહિ આવે.
Continues below advertisement