સુરતઃ બે બહેનોએ કર્યું છેલ્લી વખત મતદાન, 14 માર્ચના રોજ લેશે દિક્ષા
Continues below advertisement
સુરત: સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એક જૈન પરિવારની બે દીકરીઓએ આ વખતે છેલ્લી વખત મતદાન કર્યુ હતું, આવનારી 14 માર્ચના રોજ આ બંન્ને બહેનો દીક્ષા લેવાની હોવાથી આ તેમનું અંતિમ મતદાન રહેશે.
સુરતના અડાજણ વિસ્તારમાં નવયુગ કોલેજની પાછળના ભાગમાં આવેલા શેત્રુજય એપાર્ટમેન્ટમાં રહેતા દોશી પરિવારની આ બંન્ને દીકરીઓ સિમોના દોશી ઉ.વ.22 અને તેની મોટી બહેન સોનિક દોશી ઉ.વ.24 આવતી 14 માર્ચ રોજ દીક્ષા લઈ સમાજના બંધનોથી મુક્ત થઈ જશે. જેથી આવતી કોઈપણ ચૂંટણી તેવો મતદાન નહીં કરી શકશે . આ બંન્ને બહેનો ઢોલ નગારા વગાડીને એક સાથે મતદાન કરવા આવ્યા હતા.આ બન્ને યુવતીઓનું છેલ્લું મતદાન હોવા છતાં લોકોને વધુ મતદાન કરવાની અપીલ પણ કરી હતી.
Continues below advertisement
Tags :
Poling News Gujarat Election News ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના તાજા સમાચાર રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત ચૂંટણી Gujarat Vidhansabha Election Gujarat Polls Gujarat Assembly Polls: Gujarat Assembly Elections Gujarat Elections 2017 Gujarat Elections Gujarat News Congress Bjp