ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્થ પોલિસી, જાણો મેડિકલની સીટમાં કેટલો કરાયો વધારો
ગાંધીનગરઃ ગુજરાતના આરોગ્યમંત્રી શંકરસિંહ ચૌધરીએ આજે રાજ્યની નવી હેલ્થ પોલિસીની જાહેરાત કરી હતી. શંકર ચૌધરીએ જણાવ્યુ હતું કે મેડિકલ અભ્યાસમાં વધુને વધુને વિદ્યાર્થીઓ આવે તે માટે મેડિકલ સીટમાં વધારો કરવામાં આવશે. હાલમાં રહેલી મેડિકલની 3400ની સીટોમાં વધારો કરી 5000 કરવામાં આવશે.
શંકર ચૌધરીએ કહ્યુ હતું કે અંતરિયાળ વિસ્તારોમાં લોકોને મેડિકલ સુવિધાઓ મળે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ચૌધરીએ કહ્યુ હતું કે, જો કોઇ ટ્રસ્ટ નવી મેડિકલ કોલેજો શરૂ કરવા માંગતું હોય અને જો તેમની પાસે જમીન હોય તો રાજ્ય સરકાર તેમને જમીનમાં 50 ટકા રાહત આપશે. તે સિવાય પાંચ વર્ષ સુધી વિજબીલમાં પણ રાહત આપશે