US: મહેસાણાના યુવકની સ્ટોરમાં ગોળી મારી હત્યા, જુઓ CCTV
જ્યોર્જિયાઃ અમેરિકાના જ્યોર્જિયાના મકેલ શહેરમાં ગુજરાતના મહેસાણાના કૈયલ ગામના યુવક પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. મૃતક યુવક સાત વર્ષ પહેલા જ અમેરિકા ગયો હતો અને થોડા દિવસોમાં જ માતા-પિતાને મળવા વતનમાં આવવાનો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.