ખેડૂતોના દેવામાફીને લઇને અલ્પેશ ઠાકોરે શરૂ કર્યું આંદોલન, દૂધ ઢોળી નોંધાવ્યો વિરોધ
અમદાવાદઃ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સરકાર દ્ધારા ખેડૂતોના દેવામાફીની જાહેરાત બાદ ગુજરાતમાં પણ દેવામાફીને લઇને ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું હતું. ખેડૂતોના દેવામાફીની માંગ સાથે અમદાવાદમાં OBC એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં કાર્યકર્તાઓએ દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો.
આંદોલનને પગલે પોલીસે અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યના મોટાભાગના શહેરોમાં અલ્પેશ ઠાકોરની દૂધબંધીની કોઈ અસર જોવા મળી નહોતી. પાર્લરો અને ડેરીઓમાં યોગ્ય માત્રામાં લોકોને દૂધ મળી રહ્યું હતું.