ડાંગઃ શિરડી જતી ગુજરાત STની સ્લીપર કોચ બસ ઊંડી ખીણમાં ખાબકી, જુઓ વીડિયો
ડાંગઃ સાપુતારા-વઘઇ રોડ પર આંબાપાડા-અહેરડી ગામ નજીક અમદાવાદથી શિરડી જતી ગુજરાત એસટીની બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ઊંડી ખીણમાં ઉતરી ગઈ હતી. બસમાં સવાર 20થી વધુ મુસાફરોને ઇજા થતાં 108ની મદદથી સારવાર અર્થે વઘઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. સાપુતારા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.