હસાવીને લોટપોટ કરી દેશે ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’નું ટ્રેલર, જુઓ Video
Continues below advertisement
ગુજરાતી એક્ટર–પ્રોડ્યુસર સિદ્ધાર્થ રાંદેરીયાની પહેલી ફિલ્મ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ની સિક્વલ ફિલ્મ ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’આવી રહી છે. જેનું ડિરેક્શન સિદ્ધાર્થ રાંદેરીયાના પુત્ર ઇશાન રાંદેરીયાએ કર્યું છે. ટિઝર આવ્યા બાદ આજે તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર હાલ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યું છે.
Continues below advertisement