ઉદ્ધવ ઠાકરેનો હુંકારઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ બનશે શિવસેનાનો ચહેરો, જુઓ વીડિયો
Continues below advertisement
મુંબઈઃ આજે હાર્દિક પટેલે મુંબઈ સ્થિત માતોશ્રી ખાતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે હાર્દિકને ચહેરો બનાવવા શિવસેના વિચાર કરી શકે છે, તેવા સંકેત આપ્યા હતા. બીજી તરફ ઉદ્ધવ સાથેની બેઠક બાદ હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે, સારા લોકો સાથે રહેવાથી આવે છે સારા વિચાર.
મુલાકાત બાદ સંયુક્ત પ્રેસ કોંફ્રેસ સંબોધતા હાર્દિક પટેલે કહ્યું છે કે, તે શિવસેના પરિવારની સાથે છે અને જ્યારે પણ જરૂર પડશે તે શિવસેનાની સાથે ઉભો રહેશે. સાથે જ હાર્દિકે કહ્યું છે કે તે બાલા સાહેબના વિચારોનો ફેન છે. જો કે હાલ તુરંત ગુજરાતમાં શિવસેનાનો ચહેરો હાર્દિક બનશે કે નહીં તેનો કોઈ સ્પષ્ટ જવાબ તેણે આપ્યો નથી. ઉદ્ધવ ઠકારેએ આ અંગે કોઈ ફોડ પાડ્યો નથી અને કહ્યું છે કે પહેલી બેઠકમાં તમામ મુદ્દા નક્કી થઈ શકે નહીં. હાર્દિક પટેલ આજે મુંબઇની મુલાકાતે હતો. જ્યાં તેને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે લગભગ એક કલાક મુલાકાત કરી. આ મુલાકાત બાદ અટકળો એવી સામે આવી હતી કે ગુજરાતમાં હાર્દિક પટેલ શિવસેનાનો ચહેરો બનશે.