જીગ્નેશ ભજીયાવાળાને કોર્ટમાં રજૂ કરાયોઃ જીગ્નેશના વકીલની રજૂઆત, 'ED નિવેદન માટે બોલાવી શકે, ધરપકડ કરી રિમાંડ ન માગી શકે'

Continues below advertisement
અમદાવાદઃ ગઈ કાલે ઇડી દ્વારા જીગ્નેશ ભજીયાવાળાની ધરપકડ કરવામાં આવ્યા પછી આજે તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેની સામે 175 જેટલા ડમી ખાતા ખોલાવી જૂની પ્રતિબંધિત નોટો નોટબંધી બાદ એકાઉન્ટમાં જમા કરવાનો આરોપ છે. આ અંગે તેની તપાસ કરવાની છે. ડમી એકાઉન્ટમાં તમામ સહી ખોટી કરવામાં આવી છે, જે કાયદાની જોગવાઇ મુજબ ગુનો છે, તેમ edનાં વકીલે રજૂઆત કરી હતી.

જીગ્નેશનાં વકીલે રજૂઆત કરી હતી કે, જીગ્નેશ સામે નોન કોંગનીજીબ્લ ગુનો છે.તેમણે જણાવ્યું હતું કે, pml એક્ટની કલમ 45 મુજબ આવા ગુનામાં ઇડી નિવેદન લેવા માટે બોલાવી શકે, પણ ધરપકડ કરી રિમાન્ડ ન માંગી શકે. તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે, ઇડીના અધિકારી એકને એક સવાલ ફેરવીને પૂછ્યા કરે છે. જીગ્નેશે 42 પેજનું સ્ટેટમેન્ટ આપ્યું છતાં ઇડીને તેમનાથી કઈ મળ્યું નથી? આટલા લાંબા સ્ટેટમેન્ટ પછી પણ ઇડી રિમાન્ડ કેમ લેવા માગે છે તે સમજાતું નથી. આઇટીએ રેડ વખતે 10 હજારથી વધુ કાગળ સીઝ કર્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram