વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: કેટલાક દિવસના વિરામ બાદ આજે અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના એસજી હાઇવે, ચાંદખેડા, ગોતા, થલતેજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં 21થી 23 ઓગસ્ટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. વરસાદે વિરામ લીધા બાદ ગરમી વધી હતી અને ઉકળાટમાં વધારો થયો હતો. આજ સવારથી વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેનાથી લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો અને રાહત થઈ હતી.