હિંમતનગરઃ કોંગી નેતાના પુત્રે કિશોરને નગ્ન કરી ગુપ્તાંગ પર આપ્યા ડામ, વીડિયો વાયરલ થતાં શું થયું?
હિંમતનગરઃ ધોરણ-11માં અભ્યાસ કરતાં કિશોરનું અપહરણ કરી માર મારવાના અને નગ્ન કરીને ગુપ્તાંગ પર ડામ દેવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસની કામગીરીની ટીકા કરી તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી છે. કોંગ્રેસીના નેતાના પુત્રએ કિશોરને બહેન સાથે પ્રેમસંબંધ હોવાની શંકાથી માર માર્યો હતો. જે તે સમયે આ વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર જાગી હતી.