Hu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ શહેરમાં આજે વરસ્યો પોણા 3 ઈંચ વરસાદ....અને આટલા વરસાદમાં જ મહાનગરપાલિકાની નઘરોળ કામગીરી છતી થઈ....કોર્પોરેશનની પેપર પરની પ્રિમોન્સૂનની કામગીરી અમદાવાદમાં ઠેર ઠેર દેખાઈ....મહાનગરપાલિકાના પાપે અમદાવાદીઓ ઉપર કેવી કેવી આફત આવીને તેના એક એક દ્રશ્યો જોજો....પહેલા દ્રશ્યો કરોડોના જ્યાં બંગ્લા આવેલા છે...બિલ્ડરો જ્યાં બખ્ખા બોલાવે છે તેવા પોશ વિસ્તાર શેલાના જોઈ લઈએ...અહીં સ્કાય સિટી પાસે રસ્તા પર પડ્યો મસમોટો ભૂવો....ભૂવો એવો કે આખી ટ્રક અને બસ ગરકાવ થઈ જાય....ગેસની પાઈપલાઈન લીકેજ થતા અહીં ખાડો પડ્યો...અને વરસાદી પાણી ખાડામાં જતા ખાડો મોટો થયો....સ્કાય બિલ્ડિંગના પાર્કિંગમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા....તો આકાશ રેસિડેન્સી પાસે હંમેશની જેમ પાણી ભરાયા.. જેને લઈ લોકોને પડી ભારે હાલાકી.....