Hu to Bolish | હું તો બોલીશ | મપાઈ ગયું પાણી

Continues below advertisement

રાહત કમિશ્નરના આંકડા મુજબ સીઝનનો 51 ટકા વરસાદ વરસ્યો. સીઝનમાં 73 તાલુકામાં 20 ઈંચ સુધીનો વરસાદ પડ્યો. આજે રાજ્યમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઈંચ વરસાદ પડ્યો. છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મૃત્યુ થયા. અત્યારસુધી 61 લોકોના મૃત્યુ થયા. છેલ્લા 24 કલાકમાં 215 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. 800થી વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું. પૂરની સ્થિતિને પહોંચી વળવા 13 NDRFની ટીમ અને SDRFની 20 ટીમ ડિપ્લોય છે.. અને NDRFની 2 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. 253 ગામોમાં વીજળી નથી. 225 ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 17 સ્ટેટ હાઈવે બંધ છે. 42 અન્ય તથા 607 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ છે. રાજ્યમાં 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે. 206 ડેમમાંથી 46 ડેમ ઓવરફ્લો થયા છે. 51 ડેમ હાઈએલર્ટ પર છે. રાજ્યમાં 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે. જ્યારે 3 તળાવ ઓવરફ્લો થયા છે.

 

ભરૂચ શહેરમાં આજે 7 ઈંચ વરસાદ વરસ્યો....તો ઝઘડીયા.... હાંસોટ... નાંદોદ અને અંકલેશ્વરમાં પણ વરસ્યો 5 ઈંચ વરસાદ...ભારે વરસાદને લઈ ભરૂચ શહેર થયું જળબંબાકાર... નીચાણવાળા વિસ્તારની સાથે સાથે પોશ વિસ્તારમાં પણ પાણી ભરાયા...ભરૂચ શહેરના કસક સર્કલ પર ઘૂંટણસમા પાણી ભરાયા....ભરૂચ શહેરની મોટી બજાર અને ગાંધી બજારમાં તો નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા... પાણીના પ્રવાહ વચ્ચે વિદ્યાર્થીઓ એકબીજાના હાથ પકડીને પસાર થતાં જોવા મળ્યા....ઈંદિરાનગરની ઝૂપડપટ્ટીમાં વરસાદી પાણી ફરી વળ્યા.....આખે આખે ઘર ડૂબવાને આરે આવ્યા....ઘરનો સામાન પાણીમાં ગરકાવ થયો....ઇન્દીરાનગર ઝૂંપડપટ્ટીના 150 જેટલા મકાનોને ખાલી કરાવ્યા....ભારે વરસાદથી ભરૂચનું રતન તળાવ છલકાયું... તળાવના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા.. ભરૂચની અયોધ્યાનગર સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા...ભૂગર્ભ ગટરના પાણી પણ ઘરોમાં ઘૂસી આવતા રહીશો મુશ્કેલીમાં મુકાયા...ભરૂચ નગરપાલિકા કચેરીના પરિસરમાં ઘૂંટણસમા પાણી ભરાયા...ખુદ પાલિકા પ્રમુખની ગાડી પણ અડધી ડૂબી ગઈ....તો કલેક્ટર કચેરી પાસેના ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરાયો.....ભરૂચ પાસે નેશનલ હાઈવે પર કેડસમા પાણી ભરાયા... વરસતા વરસાદ વચ્ચે કેડસમા પાણીમાં ટ્રાફિક પોલીસના જવાનોએ પોતાની ફરજ અદા કરી... ગૃહ રાજ્યમંત્રીએ ટ્રાફિક પોલીસકર્મીની કામગીરીને બિરદાવી...અંકલેશ્વર શહેર પણ થયું જળબંબાકાર... ભારે વરસાદને લઈ અંકલેશ્વરમાં ઠેકઠેકાણે પાણી ભરાયા....અંકલેશ્વરમાં હાઉસિંગ બોર્ડમાં વરસાદી પાણી ભરાયા... વોર્ડનંબર 2 અને વોર્ડ 5ના ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી.. અંકલેશ્વર GIDCના રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થયા... જેને લઈ નોકરી-ધંધા પર જતા લોકોને હાલાકી પડી....અમલાખાડી વિસ્તારમાં તો ઘોડાપુરની ઉક્તિ સાર્થક થઈ....અમલાખાડીમાં ઘોડા તણાયા... અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા... કડકિયા કૉલેજ નજીક પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram