Hu to Bolish | હું તો બોલીશ | ખેડૂતોનો શું વાંક?
સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ 5 જિલ્લા દ્વારકા, જુનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ, રાજકોટના ગામડાઓમાં ક્યાંક 11 ઈંચ તો ક્યાંક 20 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો છે. જેનાથી તારાજી સર્જાઈ છે. ક્યાંક જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તો ક્યાંક ખેડૂતોની જમીનો ધોવાઈ ગઈ છે. આજે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર અને દ્વારકા જિલ્લામાં હવાઈ નિરિક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો. તેમની સાથે મુખ્ય સચિવ રાજકુમાર અને અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય પણ હાજર રહ્યા. બાદમાં મુખ્યમંત્રીએ સ્થાનિક અધિકારીઓ સાથે પણ બેઠક યોજી. સૌથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને થયું છે.
દેવભૂમિ દ્વારકામાં 5થી 6 દિવસમાં 50 ઈંચ વરસાદ વરસ્યો...30 ઈંચની સરેરાશ સામે 50 ઈંચ વરસાદ વરસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ....દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા, પાનેલી, ભોપલકા, ભાટિયા, રાવલ સહિત ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો....બીજીતરફ સાની ડેમના પાણી સૂર્યાવદર અને રાવલ ગામના ખેતરોમાં ફરી વળતા ખેતરોમાં કેડસમા પાણી ભરાયા અને ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે....અહીંના ખેડૂતોનું એક માત્ર માંગ છે કે, સાની ડેમ તરત રીપેર કરવામાં આવે અને સ્ટેટ હાઈવે પરના પુલ ઉંચા લાવવામાં આવે.....