Hu to Bolish | હું તો બોલીશ | ખેડૂતોનું ક્યારે ઓછું થશે દર્દ ?
Continues below advertisement
વરસાદ અને દુષ્કાળના કારણે લાખો હેક્ટરમાં ઉગાડવામાં આવેલ પાક બરબાદ થઈ જાય છે જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. પરંતુ હવે ખેડૂતોએ પાકના નુકસાનને લઈને ચિંતા કરવાની જરૂર નથી. તેઓ હવે સમયસર પાકના નુકસાનનું વળતર મેળવી શકશે.
ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ ખેતી અને તેની સાથે જોડાયેલી વિવિધ સિસ્ટમ પણ ઓનલાઈન થઈ રહી છે. હવે સરકાર સિઝને સિઝને ખેડૂતોને તલાટી પાસે થતા ધક્કા માંથી મુક્તી અપાવવા એક યોજના અમલમાં મુકી રહી છે.
જુની સિસ્ટમ પ્રમાણે ખેડૂતોએ તેમના વાવેતરને સરકારી ચોપડે ચડાવવા માટે દર સિઝને પાણી પત્રક ભરવા પડે છે. આનાથી ખેડૂતોનું વાવેતર સરકારી ચોપડે નોંધાય અને વિવિધ આફતોમાં સરકાર તેના આધારે સહાય આપે છે. હવે સરકાર આ સિસ્ટમ ઓનલાઈન કરવા જઈ રહી છે.
Continues below advertisement