Hu to Bolish | હું તો બોલીશ | સાગઠિયાના સાથી કોણ?
અગ્નિકાંડનો આરોપી મનસુખ સાગઠિયા...જેના સામ્રાજ્યનો એક બાદ એક પર્દાફાશ થઈ રહ્યો છે....સાગઠીયાની બેનામી સંપત્તિ અંગે ACB તપાસ કરી રહી છે.. એવામાં ઘટસ્ફોટ થયો કે, મનસુખ સાગઠિયાએ પોતાના ભાઈ દિલીપ સાગઠિયાના નામે ઓફિસ ખરીદી હતી...અને આ જ ઓફિસમાં તે વહીવટ કરતો..150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વિન ટાવરમાં આવેલી ઓફિસની કિંમત 90 લાખ રૂપિયા છે..ઓફિસ દિલીપ સાગઠિયાના નામે છે પરંતુ પાવર ઓફ એટર્ની મનસુખ સાગઠિયા પાસે છે.....ઓફિસનો 67 હજારનો વેરો બાકી હોવાથી મનપાએ નોટિસ ફટકારી હતી....
મનસુખ સાગઠિયાના ભાઈ કે. ડી. સાગઠિયા પર પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે.....રાજકોટની અનામિકા સોસાયટીમાં કે.ડી.સાગઠિયાનો આલિશાન બંગલો આવેલો છે....ABP અસ્મિતાની ટીમ આજે બંગલામાં પહોંચી તો ત્યાં કોઈ ન જોવા મળ્યું.....સાગઠિયા બંધુના અનામિકા સોસાયટીમાં આલિશાન બંગલા આવેલા છે...કે.ડી.સાગઠિયા હાલ ગાંધીનગરમાં એડિશિનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવે છે..તેના નામે પણ કરોડોની સંપત્તિ છે...ગઈકાલે જ ભાજપ નેતા ભરત કાનાબારે આરોપ લગાવ્યો હતો કે, કે.ડી.સાગઠિયાએ જમીન NA કરવા માટે અઢી લાખની લાંચ માગી હતી...સાગઠિયા બંધુની સંપત્તિ અંગે ACBએ તપાસ શરૂ કરી છે...