Hu to Bolish | હું તો બોલીશ | નાલાયક નબીરા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ગુરુકુલ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની. બેફામ કાર ચાલકે રાત્રે ફરવા નીકળેલા એક જ પરિવારના 4 સભ્યોને ભયાનક રીતે અડફેટે લીધા. દ્રશ્યોમાં જોઈ શકાય છે, કારની ટક્કર થતાં જ એક મહિલા તેમની 16 મહિનાની દીકરી અને અન્ય 2 પરિવારના સભ્યો ઉછળીને આગળ પડ્યા. જો કે, GJ-27-EA-1165 નંબરની કારથી અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો..અકસ્માત બાદ કેટલાક લોકોએ કાર ચાલકનો પીછો પણ કર્યો પણ પકડમાં ન આવ્યો..ત્યાં હાજર લોકો ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા...હાલ તમામ સારવાર નિકોલની હિરપરા હોસ્પિટલમાં ચાલી રહી છે....જો કે, સવાલ એ છે કે, ઘટનાને 2 દિવસ થઈ ગયા..જો કે હજુ સુધી અકસ્માત સર્જનાર પકડાયો નથી....ફરિયાદી અંકિત વિરાણીએ આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી છે....પોલીસનું કહેવું છે કે, કાર અર્જુન ઠાકોર નામના વ્યક્તિની છે...તેના ઘરે તપાસ કરતા ઘર બંધ હતું...એટલે કે આરોપી ફરાર થઈ ગયો છે....