Hu to Bolish | હું તો બોલીશ | હવે સુધારશે પ્રશાસન?
27 નિર્દોષ લોકોને ભરખી જનારા અગ્નિકાંડમાં હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પર આજે ચોથી વખત સુનાવણી હાથ ધરવામાં આવી... આજની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે ફરી સરકારને લગાવી ફટકાર... હાઈકોર્ટે નોંધ્યું કે હરહંમેશા દુર્ઘટનાઓ પછી જે કેમ સરકાર પગલા ભરે છે, ત્યાં સુધી કેમ સુષુપ્ત અવસ્થામાં જ રહે છે.... સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી કે, આ મુદ્દો રાજકોટ અગ્નિકાંડ પૂરતો સિમિત નથી.. આ ઘણો મોટો ઈશ્યૂ છે... હાઇકોર્ટે એમ પણ કહ્યું કે SITના રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી. ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ અને શિસ્તભંગના પગલા જરૂરી છે. સેક્રેટરી કક્ષાના વ્યક્તિ તપાસ કરે અને SITનો રિપોર્ટ માત્ર ઘટના પૂરતો હશે પણ સંપૂર્ણ તપાસ જરૂરી છે. અમારે કોઈના સોગંદનામાં નહીં, ઠોસ પગલાં જોવા છે. હાઈકોર્ટે સરકાર પાસેથી ત્રણ બાબતોના રિપોર્ટ મંગાવ્યા છે... ફેકટ ફાઈન્ડિંગ રિપોર્ટ, ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી, શાળાઓની બિલ્ડિંગોમાં તપાસ બાબતોના રિપોર્ટ માંગવામાં આવ્યો છે... કોર્ટે નોંધ્યું... મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણી કાંડ અને રાજકોટ અગ્નિ કાંડમાં અધિકારીઓની સીધી બેદરકારી છતી થઈ હતી..મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે ફેક્ટ ફાઈન્ડિંગ ઈન્કવાયરી બનાવવા પણ સૂચના અપાઈ..
આ ઉપરાંત કોર્ટે આદેશ કર્યો કે, એક મહિનામાં જિલ્લાની તમામ શાળામાં ફાયર સેફ્ટી સહિતના મુદ્દે તપાસ કરવામાં આવે..સમગ્ર મામલે ચાર જૂલાઈએ વધુ સુનાવણી થશે.