Hu to Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરમાં લાખોના બિલ કેમ?

Continues below advertisement

રાજ્યમાં ફરી એકવાર સ્માર્ટ મીટરને લઈને થયો વિરોધ....હવે વડોદરાના નિઝામપુરાના અવનીશ એપાર્ટમેન્ટમાં વીજ ગ્રાહકોના પગ નીચેથી જમીન ત્યારે સરકી ગઈ કે જ્યારે MGVCLએ હજારો રૂપિયાનું વીજ બીલ ફટકાર્યું.... અવનીશ એપાર્ટમેન્ટમાં 15 સ્માર્ટ મીટર લગાવાયા છે..કોઈનું 26 હજાર રૂપિયા...તો કોઈનું 36 હજાર રૂપિયાનું વીજ વિલ આવ્યું..સજ્જનસિંહ રાઠોડ નામના ગ્રાહકનું તો 54 હજાર રૂપિયા વીજ બિલ આવ્યું...કેટલાક મકાનનો વીજ વપરાશ 21 યુનિટ છે..તેમ છતાં હજારો રૂપિયાનું બિલ આવતા વીજ વિભાગ સામે રોષ ફેલાયો..

હવે વાત કરીએ પંચમહાલના ગોધરાની... અહીં ભૂરાવાવ વિસ્તારના ગૌતમનગર અને શ્રીજી નગરના રહીશોને સ્માર્ટ મીટરના 1 લાખથી વધુના વીજ બીલો આવતા જ ગ્રાહકો ચોંકી ઉઠ્યા... આખરે બુધવારના રોષે ભરાયેલા વીજ ગ્રાહકો MGVCL કચેરીએ પહોંચ્યા અને હંગામો મચાવ્યો... રજૂઆત કરવા પહોંચેલા એક વીજ ગ્રાહકને 1 લાખ 41 હજારનું તો અન્ય બે ગ્રાહકને 1 લાખ 16 હજાર અને 1 લાખ ત્રણ હજારનું બિલ આવ્યું.... ગ્રાહકોની રજૂઆત બાદ MGVCLના સુપ્રિટેન્ડન્ટે એપ્લિકેશનમાં ટેક્નિકલ ક્ષતિનો સ્વીકાર કર્યો... તો આ ક્ષતિ દૂર કરવાની પણ ખાતરી આપી... આ તરફ વીજ ગ્રાહકોએ સ્માર્ટ મીટરના સ્થાને ફરી જૂના મીટર લગાવી આપવાની માગ કરી... ગોધરામાં અત્યાર સુધીમાં 7 હજાર જેટલા સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram