Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
મહેસાણા જિલ્લામાં લગ્ને લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો હતો. અમદાવાદની લૂંટેરી દુલ્હન ચાંદની રાઠોડને તેની ગેંગ સાથે બેચરાજી પોલીસે ઝડપી પાડી હતી. આદીવાડા ગામના એક યુવક સાથે ઓગસ્ટમાં ચાંદનીએ લગ્ન કર્યા હતા. પાંચ લાખ રોકડા અને દાગીના આપીને લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્નના ચાર દિવસ બાદ જ લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ. ગેંગનો સાગરીત રાજુ પિતાની બીમારીનું નાટક કરીને ચાંદનીને લઈ ગયો. બાદમાં તેમના તમામ પ્રકારના વ્યવહારો તોડી નાંખ્યા. જ્યારે યુવકે તેમનો સંપર્ક કર્યો તો છૂટાછેડા માટે અલગથી 50 હજાર પડાવ્યા.એટલું જ નહીં દુષ્કર્મના ખોટા કેસમાં પણ ફસાવી દેવાની ધમકી આપી. જે અંગે ભોગ બનનારે પોલીસને ફરિયાદ કરી. પોલીસે પણ આરોપી લૂંટેરી દુલ્હન ચાંદની, તેની માતા સવિતાબેન, દલાલ રાજેશ અને રશ્મિકા નામના ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. તપાસમાં ખુલાસો થયો કે, લૂંટેરી દુલ્હને આ એક યુવક સાથે જ નહીં પરંતુ વાવ, ઈડર, પાટણ, બાવળા, રાજકોટ અને મોરબી સહિત અલગ અલગ શહેરોમાં 15થી વધુ લગ્ન કરીને છેતરપિંડી આચરી છે. ચાંદની સાથે ઝડપાયેલ રશ્મિકા પણ દુલ્હન બનીને છેતરપિંડી કરતી હતી. આ ટોળકી લગ્ન દીઠ બેથી પાંચ લાખ રૂપિયા વસૂલતી હતી અને થોડા દિવસમાં ફરાર થઈ જતી હતી. ખુદ ચાંદનીએ સ્વીકાર્યું કે તે લુંટેરી દુલ્હન છે