Hun To Bolish | હું તો બોલીશ | લટકતું ભવિષ્ય?

Continues below advertisement

શિક્ષણ એ દરેક વિદ્યાર્થીઓનો અધિકાર છે પણ વિદ્યાર્થીઓ આગળ વધે કેવી રીતે. સારૂ શિક્ષણ, સારી શાળા અને શાળાએ જવા માટે પૂરતા ટ્રાન્સપોર્ટેશનની તો વ્યવસ્થા હોવી જરૂરી છે. પણ વિકાસશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા એ છે કે અનેક જિલ્લામાં હજુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકોને અભ્યાસ તો કરવો છે પણ શાળાએ જવા માટે પૂરતી એસટી બસની સુવિધા જ નથી. આજે આ મુદ્દા પર જ વાત કરવી છે. 

હવે વાત કરીએ સૌરાષ્ટ્રની.. ભાવનગરના મહુવા બસ સ્ટેશનના આ દ્રશ્યો ચાર દિવસના પૂર્વે છે. એસટીની અનિયમિતતા મુદ્દે પ્રશાસન સામે વિદ્યાર્થીઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો. આખરે વારંવારની રજૂઆત કરી થાકેલા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી દીધો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે મહુવાના ગ્રામ્ય પંથકોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ અભ્યાસ અર્થે મહુવા અપડાઉન કરે છે.  મહુવા- અમરેલી રૂટની એસટી બસ છેલ્લા ઘણાં સમયથી સાંજે 6 વાગ્યાના સ્થાને સાંજે સાડા સાત વાગ્યે એટલે કે દોઢ કલાક મોડી ઉપડે છે. પરિણામે વિદ્યાર્થીઓ રાત્રીના 9થી 10 વાગ્યે ઘરે પહોંચી રહ્યા છે. આખરે વિદ્યાર્થીઓને ડેપો મેનેજરે બસ સમયસર દોડાવવાની બાહેંધરી આપતા રસ્તા પરથી દૂર થયા હતાં.

બોટાદના ગઢડાની પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલા. ગઢડા તાલુકાના ઢસા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આનંદકુમાર જાની નામનો શિક્ષક વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કરતો હતો. વિદ્યાર્થિની સાથે શિક્ષકે કરેલી હરકતને લઈ વાલીઓમાં ભારે રોષ. ઢસા ગામમાં મહિલાઓ અને બાળકો તેમજ ગામના આગેવાનોએ રસ્તા પર બેસીને કર્યો ચક્કાજામ. ગ્રામજનોએ નરાધમ શિક્ષક સામે કડક કાર્યવાહીની માગ કરી. વાલીઓએ ઢસા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ. વાલીઓના રોષ બાદ પોલીસ પણ ગંભીર બની અને લંપટ શિક્ષકને ભાવનગરથી દબોચી લીધો. આ તરફ જિલ્લા શિક્ષણાધિકારીએ નરાધમ શિક્ષકને સસ્પેંડ પણ કરી દીધો.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram