
Hun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!
કચ્છ જિલ્લાના દયાપર ગામેથી ઝડપાઈ બોગસ મહિલા તબીબ. આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને તપાસ કરતા બોગસ ગાયનેક મહિલા તબીબનો ફુટ્યો ભાંડો. મારૂતી કોમ્પલેક્સમાં આવેલ ન્યુ જનની હોસ્પિટલના મહિલા તબીબ અનુરાધા યાદવ ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવી રહી હતી. હોસ્પિટલમાં જ બનાવેલાં ઈન્ડોર મેડિકલ સ્ટોરમાંથી તે મહિલા દર્દીઓને હોર્મોનલ ઈન્જેક્શનો અને અન્ય એન્ટીબાયોટીક્સ સહિતની દવા ગોળી ઈન્જેક્શનો આપતી હતી. પોલીસની પૂછપરછમાં બોગસ મહિલા તબીબ છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેકોલેજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતી હતી. 4.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી.
સુરતમાંથી ઝડપાયો વધુ એક મુન્નાભાઈ MBBS.. લસકાણા વિસ્તારમાંથી સંતોષ મોહિતો નામના બોગસ તબીબને ઝોન-1 LCBની ટીમે ઝડપી પાડ્યો. મૂળ પશ્ચિમ બંગાળનો અને માત્ર 10 ધોરણ પાસ આ બોગસ તબીબ લક્ષ્મી ક્લિનિકના નામે દવાખાનું ચલાવીને નાગરિકોની જિંદગી સાથે ચેડા કરતો હતો.