Hun To Bolish : હું તો બોલીશ : આ પનીર નહીં પચે!

મહેસાણાના વિજાપુરમાંથી શુક્રવારના ઝડપાઈ નકલી પનીરની ફેક્ટરી  હિંમતનગર હાઈવે પર ડીવાઈન ફુડ નામની કંપનીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 649 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો. પામોલિન તેલ અને ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટીક એસિડમાંથી નકલી પનીર બનાવવામાં આવતુ હોવાનો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે.. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1 લાખ 29 હજારની કિંમતના નકલી પનીર અને 32 હજારથી વધુની કિંમતનું પામોલિન તેલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી.

શુક્રવારે વિજાપુરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડિવાઈન ફુડ નામની ફેક્ટરીમાં રેડ કરીને નકલી પનીર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. એ જ કૌભાંડનું કવરેજ કરવા પહોંચેલા એબીપી અસ્મિતા સંવાદદાતા હારૂન નાગોરી અને તેમના કેમેરામેન પર માલિક દિનેશે હુમલો કર્યો. કેમેરામેનને બચકા ભરીને લોહીલુહાણ કરીને દાદાગીરી કરી. દાદાગીરી કરતા જ્યારે સંવાદદાતા હારૂન નાગોરીએ તેમને રોક્યા તો જે થાય એ કરી લેવાની ધમકી પણ આપી.. એક તો ચોરી ઉપરથી સીનાજોરી કરતા આ ભેળસેળ માફિયાને કોનું પીઠબળ છે તે એક મોટો સવાલ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola