Hun To Bolish : હું તો બોલીશ : માટીના મોલે, ખેડૂતોની જમીન!
અધિકારીઓને બદ દૂઆ આપતો ખેડૂતનો આ વીડિયો સોશલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. કારણ છે ખેડૂતોની મહામૂલી જમીનનો. પાલનપુર હાઈવે પર એરોમા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે સરકારે જગાણાથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજુર કર્યો. આજ બાયપાસ રોડનો છેલ્લા એક વર્ષથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડનો કોઈ વિરોધ નથી. પરંતુ બાયપાસ રોડ બનાવવાથી જમીન કપાતા કેટલાક ખેડૂતોને જમીન વિહોણા થશે. કેટલાક ખેડૂતોના તો પાણીના બોર પણ જમીન કપાતમાં જતા રહે છે.. જમીન સંપાદન કરવા માપણી માટે શુક્રવારના DLR કચેરીના અધિકારીઓ ખોડલ ગામ પહોંચ્યા હતા. જોકે અધિકારીઓની ટીમ આવતા જ ખેડૂતો રોષે ભરાયા અને અધિકારીઓની ટીમે ખેડૂતોનો રોષ જોતા જ પોલીસને જાણ કરી.. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ખેડૂતોને જમીન માપણી કરવા આવેલા અધિકારીઓએ