
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાની
Continues below advertisement
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી. ફેબ્રુઆરીથી મે મહિના સુધી ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડોહળાયેલું રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ આવશે. રાજકીય પક્ષોમાં હુંસાતુંસી અને મતભેદ વધુ થશે. તેવી આગાહી કરી છે અંબાલાલ પટેલે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરુ થશે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં તખ્તા પલટની કોઈ શક્યતા નથી. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ હોવાના કારણે તેમાં આવાગમન રહેશે. ફેબ્રુઆરીથી મે મહિના સુધી ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડોહળાયેલું રહેશે.
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે, અંબાલાલ પટેલ હવામાનની આગાહીના નિષ્ણાંત છે. અંબાલાલ પટેલ રાજકીય આગાહી કરે છે તેને વધુ મહત્વ આપી ન શકાય. રાજકીય ઉથલપાથલ થવી લગભગ અશક્ય છે.
Continues below advertisement
Tags :
'Hun To Bolish'