ABP News

Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?

Continues below advertisement

દિલ્હીની વિધાનસભા ચૂંટણી માટે એક સાથે એક જ તબક્કામાં 70 બેઠકો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થશે. આ વચ્ચે ચૂંટણીમાં વચનોની લહાણી જબરદસ્ત થઈ છે. મહિલાઓ માટે ભાજપે મહિને 2500 રૂપિયા અને ગર્ભવતી મહિલાને 21 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. તો આમ આદમી પાર્ટીએ મહિલાઓને મહિને 2100 રૂપિયા અને બસમાં ફ્રી મુસાફરીનું વચન આપ્યું છે. તો કોંગ્રેસે મહિલાઓને મહિને 2500 રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. વૃદ્ધો માટે આપેલા વચનની વાત કરીએ તો આમ આદમી પાર્ટી મહિને 2500 રૂપિયાનું પેન્શન અને ફ્રી તીર્થ યોજના લાવી છે.. ભાજપ 60થી 70 વર્ષના વૃદ્ધોને 2500 રૂપિયા મહિને પેન્શન આપશે. 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, દિવ્યાંગો, વિધવાઓને 3000 રૂપિયા આપશે. વિદ્યાર્થીઓને આમ આદમી પાર્ટીએ ફ્રી શિક્ષણ.. મેટ્રોમાં 50 ટકા ભાડું અને ફ્રી બસ સેવાનું વચન આપ્યું છે. તો કોંગ્રેસ યુવાનોને મહિને 8500 રૂપિયા એપ્રેન્ટિસશિપ આપશે. દિલ્લીની ચૂંટણીમાં મફતમાં વીજળી આપવાની પણ વાત થઈ. આમ આદમી પાર્ટી 200 યુનિટ વીજળી ફ્રી આપવાનું ચાલુ રાખશે. ભાજપ આમ આદમી પાર્ટીની યોજના ચાલુ રાખશે. કોંગ્રેસ 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપશે. સિલિન્ડરની વાત કરીએ તો. ભાજપ ગરીબોને 500 રૂપિયાની સબસિડી આપશે. હોળી અને દિવાળી પર એક સિલિન્ડર મફત આપવાની પણ જાહેરાત કરી.. તો કોંગ્રેસ 500 રૂપિયામાં સિલિન્ડર આપશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram