Hun To Bolish | હું તો બોલીશ | અમીરોનો તાપ, ગરીબોનું મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHun To Bolish | હું તો બોલીશ | હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પાંચ દિવસ ગરમીમાંથી કોઈ રાહત મળવાની નથી....25 મે સુધી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સુરત, વલસાડ, આણંદમાં ઓરેન્જ એલર્ટ રહેશે...એટલે કે તાપમાન 43.1થી 45 ડિગ્રી સુધી રહેશે....જ્યારે કચ્છ, અમરેલી, વડોદરા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં યેલો એલર્ટ રહેશે...એટલે કે તાપમાન 41.1થી 43 ડિગ્રી સુધી રહેશે....
કાળઝાળ ગરમીમાં અમીરોનું મજૂરો પ્રત્યેનું અમાનવીય વર્તન છતું થયું....ચાર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો...અમદાવાદ...રાજકોટ...વડોદરા અને સુરત...અહીં અમારા સંવાદદાતાએ રિયાલીટી ચેક કર્યું...તો ઠેર ઠેર સરકારના પરિપત્રનો સત્યાનાશ વાળતા દ્રશ્યો સામે આવ્યા....ગરમીને લઈને સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે, એપ્રિલ 2024થી જૂન 2024 સુધી બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી બાંધકામ સાઈટ પર શ્રમિકો પાસે કામ નહીં કરાવવું....પણ આ પરિપત્રનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે....પહેલા દ્રશ્યો અમદાવાદના જોઈ લઈએ...અમદાવાદ કોર્પોરેશને તો બાંધકામ સાઈટ પર બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે કામ કરાવવાનો પરિપત્ર બહાર પાડ્યો છે...પરંતુ અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ, કુશાંગ સોની, તેજસ મહેતા અને અર્પિત દરજીએ આંબલી - બોપલ, પ્રહલાદનગર, ગુલબાઈ ટેકરા, સિંધુભવન, નહેરુનગર અને યુનિવર્સિટી વિસ્તારની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઈટ પર જઈ રિયાલીટી ચેક કર્યું...તો કેટલીક સાઈટ પર સળિયા બાંધતા શ્રમિકો નજરે પડ્યા...તો કેટલીક સાઈટ પર તડકામાં ફિનીશિંગ કામગીરી કરતા શ્રમીકો જોવા મળ્યા...ન માત્ર બિલ્ડરોની કંસ્ટ્રક્શન સાઈટ...પરંતુ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં તો બપોરના 3 વાગ્યે મહાનગરપાલિકાની કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી...