Hun To Bolish : હું તો બોલીશ : આણંદમાં જય સરદાર
Hun To Bolish : હું તો બોલીશ : આણંદમાં જય સરદાર
આણંદ પાલિકા હવે ઓળખાશે કરમસદ-આણંદ મહાનગરપાલિકા તરીકે. રાજ્ય મંત્રી મંડળની મળેલી કેબિનેટ બેઠકમાં કરાયો છે આ મહત્વપૂર્ણ નિર્ણય. આ નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ગામ કરમસદની આગવી ઓળખ જાળવી રાખવા માટે ધારાસભ્યો, સંસદ સભ્યો, વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિકો તરફથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જેને કારણે આ નિર્ણય લેવાયો છે.આ રજૂઆતો અને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરમસદના ઐતિહાસિક વારસાને ધ્યાનમાં લઈને, પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદ સાથે આ મહાનગરપાલિકા જોડાયેલી રહે તે માટે આણંદ મહાનગરપાલિકાના સ્થાને 'કરમસદ-આણંદ મહાનગરપાલિકા' નામાભિધાન કરવા માટે કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો.
Tags :
Hun To Bolish