Hun To Bolish : હું તો બોલીશ : આવા શિક્ષકોને શિક્ષા ક્યારે?

Continues below advertisement

દાહોદ જિલ્લામાં ફરી એકવાર શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના બની છે.. ધાનપુર તાલુકાની આશ્રમ શાળાના શિક્ષક કલ્પેશ બારીયાએ ધોરણ 9ની વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલા કર્યા. શિક્ષક કલ્પેશ બારીયાએ વિદ્યાર્થિનીને રસોઈ માટે બોલાવી. અને વિદ્યાર્થિનીને બદ ઇરાદે પકડતા વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરી. આ દરમિયાન આશ્રમશાળાની અન્ય વિદ્યાર્થીનીઓ દોડી આવતા વિદ્યાર્થિનીનો બચાવ થયો. જો કે બાદમાં વિદ્યાર્થિનીએ તેમના કાકાને ફોન પર તમામ હકિકત જણાવી. વિદ્યાર્થિનીની માતાએ આરોપી શિક્ષણ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી અને દુષ્કર્મના પ્રયાસ હેઠળ ગુનો નોંધી હેવાન શિક્ષક કલ્પેશ બારીયાની ધરપકડ કરી.  ધરપકડ બાદ આરોપી ને મીડિયાથી દૂર રખાયો હોવાનો પણ આરોપ લાગ્યો છે.

પાટણના હારીજ તાલુકાના દુનાવાડા ગામની પ્રાથમિક શાળા. જેના આચાર્યએ શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ સાથે શારીરિક અડપલા કર્યા. પ્રવીણ પટેલ નામનો આચાર્ય શાળામાં બાળકીઓની છેડતી કરતો. એક બાળકી તો ડરીને બીમાર પડી ગઈ. આખરે બાળકીઓના પરિવારને ઘટનાની જાણ થતાં તેઓ શાળાએ પહોંચ્યા અને આચાર્યને મેથીપાક ચખાડ્યો. વાલીઓએ આચાર્ય પ્રવીણ પટેલ વિરુદ્ધ પોક્સો હેઠળ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી...પોલીસે આચાર્ય વિરુદ્ધ પોક્સો તેમજ એટ્રોસિટી કલમ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટના હુકમથી આરોપીને સુજનીપૂર જેલમાં મૂકવામાં આવ્યો છે. તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ પ્રાથમિક તપાસ અહેવાલના આધારે લંપટ આચાર્ય પ્રવિણ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram