Hun to Bolish | હું તો બોલીશ | ભાદરવામાં ભરપૂર?
હવામાન વિભાગના અનુસાર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. પરિણામે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આવતીકાલે ભરૂચ અને સુરત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે... તો બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે...4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ભરૂચમાં આજે 2 કલાકમાં જ ખાબક્યો 5 ઈંચ વરસાદ અને ભરૂચ થયું જળબંબાકાર. સાંજે 4 થી 6 વાગ્યા 5 ઈંચ વરસાદ વરસતા ભરૂચ શહેરમાં જળપ્રલય આવ્યું. જેને લઈ જનજીવન પ્રભાવિત થયું. ફૂરજા વિસ્તારમાં નદીના ધસસતા પાણીમાં બે ટૂ-વ્હીલર વાહનો તણાયા. જૂના ભરૂચના ફાટા તળાવમાં પાણીનો ધસમસતો પ્રવાહ નજરે પડ્યો.. શહેરના સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાયા...ભારે વરસાદને લઈ ભરૂચ-દહેજ હાઈવે પર 7 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થયો...ટ્રાફિક જામ થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઝાડેશ્વર, મકતમપુર, ભોલાવ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો.