Hun to Bolish | હું તો બોલીશ | નેતાજીની નો એન્ટ્રી કેમ?

Continues below advertisement

વડોદરામાં 3 દિવસ સુધી પૂરના પાણી રહ્યા. જેમાં લોકોના ઘરમાં એક એક માળ સુધી પાણી પહોંચ્યું હતું. લોકોને બહાર નીકળવા માટે કોઈ માર્ગ બચ્યો ન હતો.ત્ર ણ દિવસ સુધી લોકો ભૂખ્યા અને તરસ્યા ઘરમાં પૂરાઈ રહેવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે પૂરના પાણી ઓસરતા નેતાઓ રાહત કીટનું વિતરણ કરવા નીકળ્યા છે ત્યારે જનતાના રોષનો ભોગ બની રહ્યા છે. કેટલીક સોસાયટીઓના બહાર તો બેનર લગાવી દીધા છે કે, કોઈ રાજકારણીએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. 

વડોદરાના સયાજી ગંજમાં સ્થાનિક લોકોએ MLA કેયુર રોકડિયાનો ભારે વિરોધ કર્યો. MLA કેયુર રોકડિયા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા.અને રાશન કીટ વિતરણ કરતા સમયે લોકોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો. આથી ધારાસભ્યએ રાશન કીટ વિતરણ કર્યા વગર જ પરત ફરવું પડ્યું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram