Hun To Bolish: હું તો બોલીશ: ભાજપના નેતાનો ભડાકો

Continues below advertisement

પ્રબુદ્ધ નાગરિક અને ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે નગરપાલિકામાં ટકાવારી ચાલતી હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. ભરત કાનાબારે સોશલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી જેમાં તેઓએ લખ્યું હતું કે, સાંસદો, ધારાસભ્યો અને મ્યુ. કોર્પોરેશનોના મેમ્બરોને પગાર અને ભથ્થા મળે છે. આ લાભ નગરપાલિકાના સદસ્યોને પણ મળવો જોઈએ. આમ પણ ગુજરાતની ઘણી બધી નગરપાલિકાઓમાં સદસ્યોને ટકાવારી અને હપ્તા મળે છે. (જો કે આવા હપ્તા નહિ લેવાવાળા કેટલાક પ્રામાણિક સભ્યો પણ ક્યાંક ક્યાંક મળી આવે છે).. અમરેલી જિલ્લાની મોટાભાગની પાલિકાઓમાં આ દુષણ છે. અમરેલી પાલિકામાં આવી ખાયકી સામે કેટલાક લોકોએ અવાજ ઉઠાવ્યો તો પાલિકાનું આવતી કાલનું બોર્ડ રદ કરી દીધું અને કેટલાક સદસ્યોને શાંત પાડવા પંદર પંદર હજાર રોકડા મોકલી દીધા. ભ્રષ્ટાચારના આ દૈત્યને કોણ ઝેર કરશે એ સવાલ મોટો છે !! 

ભાજપ શાસિત જામનગર જિલ્લા પંચાયત. જેની સામાન્ય સભામાં ભાજપના જ જૂથે ગાંધીનગરના આદેશથી ઉપરવટ જઈ ઠરાવ કરતા વિવાદ સર્જાયો. થોડા દિવસો પહેલા ધ્રોલના મોટા ઈટાળા ગામમાં માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેર પર કોન્ટ્રાક્ટરના માણસોએ હુમલો કર્યો હતો. મામલો ગાંધીનગર સુધી પહોંચતા, જવાબદાર એજન્સીને બ્લેકલિસ્ટ કરી દેવાઈ હતી. જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના સભ્યો અને ધારાસભ્ય મેઘજી ચાવડા બ્લેકલિસ્ટ થયેલી એજન્સીના બચાવમાં ઉતર્યા. ધારાસભ્ય મેઘજી ચાવડાએ દલીલ કરી કે, એજન્સી બ્લેકલિસ્ટ થતા પ્રજાના કામો અટકી પડ્યા છે. જનતા સવાલ પૂછે તો અમારે શું જવાબ આપવો..? જવાબમાં માર્ગ અને મકાન વિભાગના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેરે પણ ભાજપના સભ્યોને સંભળાવી દીધું...'તમે અમારી સાથે છો કે, હુમલો કરનારા સાથે...?'

ગીર સોમનાથની વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડીએ નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. પાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, જિલ્લા કલેક્ટર અને પ્રદેશ ભાજપ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી કે, કોઇપણ પ્રકારની ટેન્ડર પ્રક્રીયા વગર રોડના કરોડોના કામો કરવામા આવ્યા અને તે તૂટી ગયા. રોડ રસ્તાના કામમાં લોટ પાણી અને લાકડા ચાલતા હોવાનો આરોપ લગાવ્યા. વેરાવળ શહેરમાં મોટાભાગની લાઇટો પણ બંધ હોવાનો પણ આરોપ લગાવ્યો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram