Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીનો સાચો ઉજાસ
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો દિવાળીની જબરદસ્ત ખરીદી કરી રહ્યા છે. મોટા મોટા મોલ સજી ચૂક્યા છે. બ્રાન્ડેડ વસ્તુઓ મળી રહી છે. લોકોને હોય કે દિવાળીમાં હું બ્રાન્ડેડ વસ્તુઓ પહેરું, સોસાયટીમાં મારી ઈમેજ વધારતું. પરંતુ આ આપણી સંસ્કૃતિ નથી. આ દિવાળીની સાચી ઉજાસ નથી. દિવાળીની સાચી ઉજાસ સ્વદેશી વસ્તુઓ ખરીદીને ઘરને શણગારવાની છે. એક સ્વદેશી માટીનો દિવો જેવી ઘરમાં ઉજાસ ફેલાવશે તેવો ચાઈનીઝ દીવો નહીં ફેલાવે. નાના વેપારીઓ, શ્રમિકો, કારીગરોને પ્રોત્સાહન આપવા આપણે સૌએ હવે સ્વદેશી ચીજો ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. જેના કારણે નાના વેપારીઓ સાથે સ્થાનિક કારીગરો પણ આર્થિકરીતે સશક્ત બને. જનતાને પણ અપીલ છે કે, કોઈપણ વસ્તુની ખરીદી ઓનલાઇન સાઇટ્સ કે મોટા મોલમાંથી કરવા કરતાં સ્થાનિક બજારોમાંથી જ કરો . જેના કારણ કે, ગૃહ ઉદ્યોગ અને નાના વેપારીઓ પાસેથી લીધેલો એક દીવડો બે ઘરમાં અજવાળું પાથરી શકે. આપણે દીવડો લઈ અને ઘરને પ્રજ્વલિત કરીએ ત્યારે ઘરે તો એ અજવાળું કરે જ છે, પરંતુ સાથે સાથે જે ગૃહ ઉદ્યોગ પાસેથી કે વેપારી પાસેથી દીવડાની ખરીદી કરી છે તેમના ઘરે અને તેમની સાથે જોડાયેલા નાના એવા કારીગરોના ઘરે પણ પ્રકાશનું કિરણ પથરાય છે. આ દિવાળીના તહેવારમાં આપણે વોકલ ફોર લોકલનો ભાગ બનીને આપણા ઘરને સજાવીએ.