ABP News

Hun To Bolish : હું તો બોલીશ : ભણવા અને ભણાવવામાં 'ઢ' કોણ?

Continues below advertisement

ગુજરાતની સરકારી સ્કૂલોમાં આઠમા ધોરણમાં ભણતા 28.3 ટકા વિદ્યાર્થીઓ જ એવા છે જેમને ભાગાકારના દાખલા આવડે છે.. ધો-8માં ભાગાકારમાં સૌથી નબળા હોય એવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. એન્યૂઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2024માં આ વિગતો સામે આવી છે. રાજ્યમાં ત્રીજામાં ભણતા 16.5 ટકા જ બાદબાકી કરી શક્યા. રાજ્યમાં ત્રીજા ધોરણમાં ભણતા 24.7 ટકા બાળકો ધો-2ના પાઠ્યપુસ્તક વાંચી શકે છે, જ્યારે 16.5 ટકા બાદબાકી કરી શકે છે. ધોરણ-5માં ભણતા 44.6 ટકા વિદ્યાર્થીઓ બીજા ધોરણની ચોપડી વાંચી શક્યા, જ્યારે માત્ર 13.1 ટકા જ ભાગકારના દાખલા ગણી શક્યા. આઠમા ધોરણમાં ભણતા 74.7 ટકા વિદ્યાર્થીઓ બીજા ધોરણની ચોપડી વાંચી શક્યા. 

ધોરણ 8માં વિદ્યાર્થીઓ નબળા હોવાના રિપોર્ટ મુદ્દે અમારા સંવાદદાતા ધનરાજ બાગલેએ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં રિયાલીટી ચેક કર્યું. અહીં સામે આવ્યું કે, 100માંથી 60% વિદ્યાર્થીઓને ગુણાકાર આવડતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ તો સાવ ભણવામાં નબળા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram