ABP News

Hun To Bolish : હું તો બોલીશ : મહાકુંભમાં પણ VIP કલ્ચર?

Continues below advertisement

આજનો દિવસ દિવ્ય અને ભવ્ય મહાકુંભ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.આજે મૌની અમાવસ્યા નિમિત્તે 5 કરોડથી વધુ ભક્તોએ મહાકુંભમાં આસ્થાથી ડૂબકી મારી. પરંતુ મૌની અમાવસ્યાના સ્નાન પહેલા ગઈકાલે રાત્રે એક કરૂણ અકસ્માત સર્જાયો... ગઈકાલે રાત્રે 1થી 2 વાગ્યાની વચ્ચે સંગમ નાકે નાસભાગમાં અનેક શ્રદ્ધાળુઓ દટાઈ ગયા. જેમાં 30 લોકોના મૃત્યુ થયા. 90 લોકો ઈજાગ્રસ્ત થયા. જેમાંથી એક ગુજરાતી શ્રદ્ધાળું પણ મૃત્યુ થયું છે. 25 મૃતકોની ઓળખ થઈ છે. આ દુર્ઘટના બાદ વિરોધ પક્ષો તરફથી મહાકુંભની તૈયારીઓને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.  સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મહાકુંભની તૈયારીઓને અપૂરતી ગણાવી. આરોપ લગાવ્યા કે, મહાકુંભની તૈયારીઓને લઈને ખોટો પ્રચાર કરવામાં આવ્યો. વહીવટી તંત્રનું ધ્યાન VIP ભક્તો પર હતું અને સામાન્ય લોકોને ભગવાનના ભરોસે છોડી દેવામાં આવ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram