
Hun To Bolish: હું તો બોલીશ : કલેક્ટર સામે નેતાજીનો મોરચો કેમ?
કોડીનારમાં ભાજપનાં ભવ્ય વિજય બાદ પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ જાહેરસભામાં કલેક્ટરને ખુલ્લો પડકાર ફેંક્યો. અને કહ્યું કે, અમે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મોરચો ખોલીશું. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું નામ લઈને કહ્યું આ કલેક્ટર મોટો ભ્રષ્ટાચારી છે. સાથે તેમણે આ મુદ્દે ગુજરાત અને કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવાની તૈયારી બતાવી. તેમણે જ્યાં સુધી કલેક્ટરના ભ્રષ્ટાચાર ખુલ્લા નહીં પાડી દે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી. સાથે કહ્યું કે, તેમનું જે પણ ગેરકાયદેસર હોય તે થાય તે કરી લે. હું તેમને આજે પણ નહીં અને કાલે પણ નહીં મૂકું...
દિનુ બોઘા સોલંકીનો કલેક્ટર પર આરોપ
- ચોપાટીના કામમાં 1 કરોડના દંડની રકમ સામે કલેક્ટરે 60 લાખ રૂપિયા ચાઉં કર્યા
- રેતી, સિમેન્ટની રોયલ્ટીના ફંડમાં 3 વર્ષમાં અંદાજે 30 કરોડનો ભ્રષ્ટાચાર
- આંગણવાડી યોજનામાં અને સસ્તા અનાજના દુકાનદારો પાસેથી 15 લાખ રૂપિયાની ઉઘરાણી
- દરિયાકિનારે કામમાં કોન્ટ્રાક્ટરો પાસેથી કલેક્ટરને મહિને 3 લાખ રૂપિયાનો હપ્તો
- રેતીના સપ્લાયર જિલ્લાની હદમાં પ્રવેશતા કલેક્ટર પોતાનો વસૂલે છે ટેક્સ
- સસ્તા અનાજના કૌભાંડમાં કલેક્ટરે 90 લાખ રૂપિયાનો તોડ કર્યો
- તેલ કૌભાંડમાં કલેક્ટરે 2 વહીવટદાર મારફતે 25 લાખ રૂપિયાનો તોડ કર્યો
- વેરાવળમાં સીલ પેટ્રોલપંપ ચાલુ કરવા માટે 15 લાખ રૂપિયાનો તોડ
- લીઝ અને જમીનના કામમાં કરોડો રૂપિયાનો તોડ
- રાજકોટમાં ન્યારી ડેમ પાસે કલેક્ટરનું ગેરકાયદે આદિનાથ ફાર્મ
- 15 લાખ રૂપિયા લઈને હથિયારના ગેરકાયદે કાઢી આપે છે લાયસંસ
- સરકારી અધિકારીઓ પર ગેરકાયદેસર કામો માટે દબાણ લાવીને તેમની સહીઓ કરાવે છે