
Hun To Bolish: હું તો બોલીશ : શાળા કે શરાબીઓનો અડ્ડો?
Continues below advertisement
મહેસાણાના બહુચરાજીમાં મા સરસ્વતીના ધામમાં રાત્રીના અસામાજિક પ્રવૃતિઓ થઈ રહી છે. બહુચરાજીની પ્રાથમિક કુમાર શાળામાં રાત્રીના સમયે દારૂની મહેફિલો જામતી હોવાની શાળાના જ મુખ્ય શિક્ષકે પોલીસ અને શિક્ષણ વિભાગને લેખિત રજૂઆત કરી. શિક્ષકોનું કહેવું હતું કે, શાળા બંધ થયા બાદ કેટલાક અસામાજીક તત્વો અહીં બેસી નશીલા પીણા પીવે છે. શાળાના મેદાનમાં ખાલી દારૂની બોટલો અને પોટલીઓ મળવાના કારણે વિદ્યાર્થીઓ પર ખોટી અસર પડી રહી છે. મુખ્ય શિક્ષકે કરેલી લેખિત રજૂઆત બાદ ABP અસ્મિતાના સંવાદદાતાએ તપાસ કરી તો સ્કૂલના મેદાનમાંથી દારૂની ખાલી બોટલ અને કોથળીઓ મળી આવી. શાળાના મુખ્ય શિક્ષકની ફરિયાદ બાદ હાલ તો તાલુકા શિક્ષણાધિકારીએ પોલીસને કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
Continues below advertisement
Tags :
'Hun To Bolish'