Hun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખો
લોકકલાકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ...બંને વચ્ચેનો જૂનો વિવાદ ફરીથી વકર્યો છે. વર્ષ 2022માં દેવાયત ખવડે એક નિવેદન આપ્યું હતું કે, તેઓ 2025 સુધીમાં સિલેક્ટેડ ડાયરા કરશે. આ મુદ્દે પહેલી જાન્યુઆરીએ બ્રિજરાજદાન ગઢવીનો એક ડાયરો હતો. જેમાં તેમણે સિલેક્ટેડ ડાયરાને રમૂજી કમેન્ટ કરી જેનાથી પાછો આખો વિવાદ ચગ્યો છે. સાંભળી અને જોઈ લઈએ એ બંને વીડિયો.
દેવાયત ખવડ V/S બ્રિજરાજદાન ગઢવી
દેવાયત ખવડે બ્રિજરાજદાનના આ કટાક્ષ પર વળતો પ્રહાર કર્યો. દેવાયત ખવડે એક ડાયરામાં જવાબ આપ્યો કે, સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થઈ ગયા પછી બ્રિજરાજદાન મારા વિશે બોલ્યા. તેને તો માનો મલાજો રાખતા પણ ન આવડ્યું. દેવાયત ખવડે હુંકાર કર્યો કે, હવે જો માફી માગું તો ડાયરા મુકી દઈશ. તેનામાં હિંમત હોય તો મોરે મોરા આવી જાય. તો દેવાયત ખવડના આ વીડિયો પર બ્રિજરાજદાને ખવડને રાખી સાવંત સાથે સરખાવ્યા અને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે, મોરે મોરાના શોખ હોય તો મારી પણ તૈયારી છે.
જો કે, વર્ષ 2022માં બંને લોકસાહિત્યકારો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. જેનું સમાધાન મઢડા સોનબાઈ મંદિરમાં થઈ ચૂક્યું હતું...બંનેના સમાધાનનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં બંનેએ પોતાનું મનદુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું. તે પણ સાંભળી લઈએ.
બીજો વિવાદ લોકકલાકાર સાગર પટેલ અને કાજલ મહેરીયા વચ્ચે સર્જાયો છે. ગઈકાલે રાત્રે દ્વારકામાં કલાકારોનો સન્માન કાર્યક્રમ હતો. જેમાં સાગર પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી કાજલ મહેરીયા પર ગંભીર આરોપ લગાવ્યા છે કે, મા ઉમિયા પર તેણે અભદ્ર ટિપ્પણી કરી. તો બીજી તરફ બીજી તરફ સાગર પટેલના આરોપોને કાજલ મહેરીયાએ નકારી દીધા. સાથે જ સાગર પટેલને પડકાર ફેક્યો કે જો તે એ વાત સાબિત કરી દેખાડે તો તે આ સંગીત પ્રોફેશન છોડી દેશે.