Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયા

Continues below advertisement

યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરનો આતંક યથાવત. શાક માર્કેટ ચોકના મુખ્ય માર્ગ પર બે સાંઢ વચ્ચે લડાઈ થઈ. સાંઢની લડાઈમાં લારી ધારકો અને પાર્ક ટુ-વ્હીલરોને ભારે નુકસાન પહોંચ્યું. અગાઉ નવા વર્ષ પર જ દર્શનાર્થીઓની ભીડમાં સાંઢ ઘૂસતા નાસભાગ મચી ગઈ હતી. અંદાજે 10થી 15 મિનિટ સુધી સમગ્ર્ વિસ્તારને સાંઢે બાનમાં લીધો હતો. સાંઢે અડફેટે લેતા કેટલાક શ્રદ્ધાળુઓને ઈજા પણ પહોંચી હતી. અગાઉ પણ અનેક વખત રખડતા ઢોરના આતંકનો ભોગ યાત્રાધામમાં આવતા પ્રવાસીઓ બની ચુક્યા છે. તેમ છતા સ્થાનિક પ્રશાસને કોઈ કામગીરી ન કરાતા લોકોમાં આક્રોશ છે. 

નવસારી શહેરના તીઘરા વિસ્તારના દ્રશ્યો જુઓ. મુખ્ય રસ્તા પર આખલાઓ બાખડતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આખલાને છૂટા પાડ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં રખડતા ઢોરનો આતંક. CCTV દ્રશ્યો છે પોલો ગ્રાઉન્ડ પાસે આવેલી ઋષભદેવ સોસાયટીના. બે મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી. આ સમયે રખડતા ઢોરે તેમને અડફેટે લીધી. ઢોરના હુમલામાં એક મહિલાને હાથમાં ફ્રેકચર થયું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram