Hun To Bolish : હું તો બોલીશ : ડેંગ્યૂ, મેલેરિયાથી સાવધાન

પંચમહાલ.. જ્યાં ભેદી વાયરસથી ચાર બાળકોના મોત નિપજ્યા. વાયરસ કઈ પ્રકારનો છે તેને હજુ ઓળખી શકાયો નથી. કેન્દ્ર અને રાજ્યની અલગ- અલગ ટીમો હાલ વાયરસને શોધવા કામે લાગી છ. આ તરફ ચાર- ચાર માસૂમના મોતથી સ્થાનિક આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ચાર પૈકી એબીપી અસ્મિતાએ બે પરિવારોની મુલાકાત કરી અને ખરેખર શું બન્યું તે જાણવાનો પ્રયાસ કર્યો. 

જુઓ આ દ્રશ્યો છે ગોધરા તાલુકાના બેટિયા ગામના. 7 જુલાઈના પ્રિન્સી બારીયા નામની બાળકીનું મોત થયું.. મૃતક બાળકીના પિતા મહેશભાઈએ કહ્યું કે 30 જૂનના રાત્રીના બે વાગ્યે ઓચિંતા પ્રિન્સીની તબિયત લથડી. ઝાડા-ઉલ્ટી અને તાવ આવ્યો, થોડીવારમાં ખેંચ ચાલુ થતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ.  જ્યાં બાળકીની હાલત ગંભીર હોવાથી વડોદરા વધુ સારવારમાં ખસેડાઈ. જયાં એક સપ્તાહ સુધી સારવાર ચાલી. પણ સારવાર કારગત સાબિત ન થઈ અને 7 જુલાઈના પ્રિન્સીનું મોત થયું. મૃતક પ્રિન્સીના અલગ- અલગ 9 વખત ચાંદીપૂરમ વાયરસનો રિપોર્ટ કરાયો હતો પરંતું તમામ વખતે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola