Hun To Bolish : હું તો બોલીશ : નેતા નારાજ કેમ?
ભાવનગરનું વલ્લભીપુર. જ્યાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય આવી ગયા સામસામે.. બે દિવસ પૂર્વે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાની અધ્યક્ષતામાં લીમડા ગામે સરપંચોનો સન્માન સમારોહ યોજાયો. જ્યાં નવનિયુક્ત સરપંચોને સંબોધતા મુકેશ લંગાળીયા ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર લગાવ્યા સનસનીખેજ આરોપ. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જાહેર મંચ પરથી આરોપ લગાવ્યો કે ધારાસભ્યની આસપાસ ફરતા ચારથી પાંચ લોકો આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર. આટલું જ નહીં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે તો એવો પણ આરોપ લગાવ્યો કે આ ભ્રષ્ટાચારીઓને ધારાસભ્ય જ છાવરે છે. આટલેથી જ મુકેશ લંગાળીયા અટકવાના બદલે ખૂલ્લીને મેદાને પડ્યા. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે તો ત્યાં સુધી કહ્યું કે કેનાલ અને સુજલામ સુફલામ યોજના હેઠળના કામમાં ધારાસભ્યના મળતિયાઓએ બેફામ ભ્રષ્ટાચાર આચર્યો. એક પણ જગ્યાએ તળાવો ઉંડા કરાયા નથી છતાં બિલ બની ગયા. આટલું જ નહીં આ ભ્રષ્ટાચારીઓ સામે લડી લેવાનો પણ હુંકાર કરાયો.