Hun To Bolish | હું તો બોલીશ | નહીં સુધરવાનું નક્કી

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને AMCએ શરૂ કરેલ સંયુક્ત પ્રોજેકટ વધુ એક વખત નિષ્ફળ નિવડ્યો. ડાબી બાજુ વળાંક લેનારા વાહનચાલકો માટે ટ્રાફિક વિભાગે ટ્રાફિક બેરિયર ઈલાસ્ટિક પોલ નાખ્યા છે. પરંતુ વાહનચાલકોએ ક્યાંક આ બેરિયર ઈલાસ્ટિક પોલને તોડી નાખ્યા છે તો ક્યાંક વળેલા ઈલાસ્ટિક પોલની વચ્ચેથી નીકળી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 38 મુખ્ય ઝોનમાં લેફ્ટ ફ્રી લેન બનાવવાનું પ્રથમ તબક્કામાં આયોજન હતું. પરંતુ અનેક સ્થળોએ બેરિયર તૂટી ગયેલી અથવા નમી ગયેલી સ્થિતિમાં છે. જેના કારણે હવે પ્રશાસને તેને હટાવીને ડિવાઈડર નાખવાનું કામ શરૂ કર્યું છે.

વિદેશના સ્માર્ટ પાર્કિંગની સિસ્ટમને જોઈને અમદાવાદ કોર્પોરેશને સિંધુભવન રોડ ઉપર આવેલા ગોટિલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો. જો કે હવે કરોડોના ખર્ચે બનેલ આ સ્માર્ટ પાર્કિંગ ધૂળ ખાઈ રહ્યું છે. સ્માર્ટ પાર્કિંગની સિસ્ટમની વાત કરીએ તો અહીં કારચાલક જેવી કાર પાર્ક કરે. તેના 4 મીનિટમાં સેન્સરના માધ્યમથી ગાડી લોક થઈ જાય. ત્યાર બાદ સ્કેન કરી પેમેન્ટ કરો તો જ પાર્ક કરેલી ગાડીનું ઓટોમેટિક લોક ખુલી જાય અને તમે ગાડી લઈ જઈ શકો. જો કે, પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ 5 સ્માર્ટ પાર્કિંગની શરૂઆત કરવામાં આવી હતી. જે પ્રોજેક્ટ હાલ બંધ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ માટે AMCએ 5 કરોડની જોગવાઈ પણ કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola