Hun To Bolish | હું તો બોલીશ | રાજકોટ મનપાનું મપાયું પાણી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ શહેરમાં જમીન ત્યાં જળના સર્જાયા દ્રશ્યો. વહેલી સવારથી જ વરસાદ પડવાનું શરૂ થયું અને દિવસભર વરસાદ વરસ્યો. રાજકોટ શહેરમાં 6 ઈંચ વરસાદ વરસ્યો. તો પડધરીમાં 5 અને લોધિકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો. જસદણ... કોટડા સાંગાણી અને ગોંડલ તાલુકામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો. 6 ઈંચ વરસાદમાં રાજકોટ શહેર જળબંબાકાર થયું. રાજકોટનો રૈયા રોડ હોય. પોપટપરા વિસ્તાર હોય કે કાલાવડ રોડ. ઠેકઠેકાણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા. તો રોડ પર પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડ્યા. કાલાવડ રોડ પરનો અંડરબ્રિજ તો જાણે સ્વીમિંગ પુલ બની ગયો. અંડરબ્રિજમાં 2 ફૂટ સુધી પાણી ભરાતા સિટી બસ અને ST બસો બંધ પડી ગઈ..મુસાફરોએ ધક્કા મારી બસોને બહાર કાઢી. બાદમાં રાજકોટ મહાનગરપાલિકાએ અંડરબ્રિજમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી. બ્રિજની બહાર બેરિકેટ મુકવામાં આવ્યા. શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા.BRTS રૂટ પર ઘૂંટણ સમા પાણી ભરાયા...શહેરના ઉમિયા ચોકમાં પણ પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા....લોકમેળાના આયોજન સ્થળ રેસકોર્સ મેદાનમાં પણ પાણી ભરાયા....લોકમેળામાં ડાયરાનું પણ આયોજન કરાયું હતું.. જાણીતા લોકકલાકારો આવવાના હતા.. પરંતુ પાણી ભરાવાના કારણે ડાયરાનો કાર્યક્રમ રદ કરાયો...જિલ્લા કલેક્ટરે મોરમ અને કપચી પાથરવા માટે આદેશ આપ્યા....