
Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?
અમદાવાદનું ભદ્રકાળી મંદિર. પ્રસાદીને લઈને લાગેલા બોર્ડના કારણે ચર્ચામાં આવ્યું છે. અહીં મંદિર પ્રશાસને બોર્ડ લગાવ્યું. જેમાં ભક્તોને વિનંતી કરાઈ કે, માતાજીને ધરાવવા માટેની પ્રસાદી સનાતની ધર્મના લોકો પાસેથી જ ખરીદવી. મંદિર પ્રશાસનનું કહેવું છે કે, નગરદેવી ભદ્રકાળી માતાજીને ભક્તો ભોગ ધરાવવા પ્રસાદી લાવતા હોય છે.. ઘણી વાર આ પ્રસાદી અન્ય ધર્મના લોકો બનાવતા હોવાથી તેની પવિત્રતા નથી જળવાતી. પ્રસાદનો વિવાદ થતા મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ પ્રતિક્રિયા આપી. તેમણે દાવો કર્યો કે, થોડા સમય અગાઉ મળેલું પ્રસાદનું બોક્સ શંકાસ્પદ હતું અને તેમાં થૂંકીને આપ્યું હોવાની શંકા ગઈ હતી. પ્રસાદ અખાદ્ય હોવાની પણ શંકા હતી. ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રા દરમિયાન કેટલાક તત્વો પ્રસાદ માં અશુદ્ધિ રાખતા હોવાના ઉદાહરણો સામે આવ્યા હતા. એટલા માટે મંદિરની શુદ્ધતા અને સાત્ત્વિકતા જળવાય એ હેતુથી આ બોર્ડ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું.